મીંઢોળ

મીંઢોળ શબ્દ તો તમે સાંભળ્યું જ હશે જે લગ્ન પ્રસંગે વરકન્યાને હાથે અને માણેકસ્તંભ સાથે બાંધવામાં આવે છે, તો જાણો આનું વૃક્ષ કેવું હોઈ છે અને ખાસિયતો મીંઢળ સંસ્કૃતમાં મદનફળ તરીકે જાણીતું છે. તેનું વૈજ્ઞાનિક નામ randia dumetorum છે. મીંઢળ ક્યાં થાય છે? મધ્યમ કદનું ક્ષુપ પાનખર સૂકા જંગલો પડતર વિસ્તારમાં થડ ઉપર કાંટા સાથે જોવા મળે છે . શરૂઆતમાં સફેદ ફૂલ અને બાદમાં પીળા ફૂલ થાય છે . આ વૃક્ષનાં ફળ એકથી દોઢ ઈંચ લાંબાં, અડધાથી એક ઈંચ પહોળા અને અખરોટ આકારના હોય છે. આ ફળમાં બીજ રહેલા હોય છે. જયેષ્ઠમાં ફળ આવે છે, અને શીતઋતુમાં પાકે છે. આ વૃક્ષ આખા ભારતમાં પહાડી પ્રદેશમાં થાય છે. હિમાલય, સિંધુ નદીનો પ્રદેશ, પશ્ચિમ બંગાળ, શિવપુરી, મહાબળેશ્વર, વિંધ્યાચળ, રાજસ્થાન, અરવલ્લી પર્વતમાળા વગેરેમાં પર્વતની તળેટી, ઝરણાં અને છાયાવાળી જગ્યાએ ઉત્પન્ન થાય છે. આ વૃક્ષનાં મૂળ, પાન, ફૂલ, ફળને છાલ ઔષધરૂપે પ્રયોજાય છે. આ વૃક્ષનાં પર્ણ અપામાર્ગનાં પર્ણો જેવાં અને સામ-સામે આવેલાં હોય છે. પર્ણ ઉપરથી પહોળા અને છેડેથી સાંકડા હોય છે. પર્ણો બંને બાજુ શ્વેત રોમાવલી અને ગંધ તથા સ્વાદ અરૂચિકર હોય છે. આ વૃક્ષનાં ફૂલ ...