કરમસદ
! કરમસદ = સદ્દ + કરમ !
કરમસદનો સીધો અર્થ સદ્દ-કરમ એવો થાય છે અને કરમસદનાં સદ્દ-કર્મોનાં ફળ સ્વરૂપે વલ્લભવિધાનગર જોઈ શકાય છે. આ ગામના અનેક પરિવાર વિદેશમાં વસવાટ કરે છે પણ ચરોતર પ્રત્યે તેઓનો પ્રેમ એવો જ રહ્યો છે જે ગામના અને આજુબાજુનાં ગામડાઓનાં વિકાસ જોઈને જાણી શકાય છે. નવા વિકાસની સાથે પૌરાણિક વારસો પણ કરમસદ નગરે સાચવી રાખ્યો છે. અહી અનેક કલાત્મક મકાનો, ભવનો, દેવાલયો, જાહેર બાંધકામો જોઈ શકાય છે કે જેમાં ઘણાં બાંધકામોમાં વિદેશી સ્થાપત્યની ઝલક જોઈ શકાય છે. અહીનું સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરિયલ ટ્રસ્ટની રચના, સુંદર સરંચના, વ્યવસ્થાપન, ગેલેરીનું સુંદર ગોઠવણ અદ્દભુત છે.
Comments
Post a Comment