Posts

Showing posts from August, 2023

મીંઢોળ

Image
મીંઢોળ શબ્દ તો તમે સાંભળ્યું જ હશે જે લગ્ન પ્રસંગે વરકન્યાને હાથે અને માણેકસ્તંભ સાથે બાંધવામાં આવે છે, તો જાણો આનું વૃક્ષ કેવું હોઈ છે અને ખાસિયતો મીંઢળ સંસ્કૃતમાં મદનફળ તરીકે જાણીતું છે. તેનું વૈજ્ઞાનિક નામ randia dumetorum છે. મીંઢળ ક્યાં થાય છે? મધ્યમ કદનું ક્ષુપ પાનખર સૂકા જંગલો પડતર વિસ્તારમાં થડ ઉપર કાંટા સાથે જોવા મળે છે . શરૂઆતમાં સફેદ ફૂલ અને બાદમાં પીળા ફૂલ થાય છે . આ વૃક્ષનાં ફળ એકથી દોઢ ઈંચ લાંબાં, અડધાથી એક ઈંચ પહોળા અને અખરોટ આકારના હોય છે. આ ફળમાં બીજ રહેલા હોય છે. જયેષ્ઠમાં ફળ આવે છે, અને શીતઋતુમાં પાકે છે. આ વૃક્ષ આખા ભારતમાં પહાડી પ્રદેશમાં થાય છે. હિમાલય, સિંધુ નદીનો પ્રદેશ, પશ્ચિમ બંગાળ, શિવપુરી, મહાબળેશ્વર, વિંધ્યાચળ, રાજસ્થાન, અરવલ્લી પર્વતમાળા વગેરેમાં પર્વતની તળેટી, ઝરણાં અને છાયાવાળી જગ્યાએ ઉત્પન્ન થાય છે. આ વૃક્ષનાં મૂળ, પાન, ફૂલ, ફળને છાલ ઔષધરૂપે પ્રયોજાય છે. આ વૃક્ષનાં પર્ણ અપામાર્ગનાં પર્ણો જેવાં અને સામ-સામે આવેલાં હોય છે. પર્ણ ઉપરથી પહોળા અને છેડેથી સાંકડા હોય છે. પર્ણો બંને બાજુ શ્વેત રોમાવલી અને ગંધ તથા સ્વાદ અરૂચિકર હોય છે. આ વૃક્ષનાં ફૂલ ...

હાદો ડાંગર - દોલત ભટ્ટ

Image
લાઠી ગામમાં ડાંગર કુળના આયરનું ખોરડું છે. ડાંગર કુળના દીવડા જેવા બે ભાયું ખોરડાની વંશપરાની આબરૂને અણનમ રાખીને જીવતર જીવે છે. ટાણે-કટાણે આવેલાને રુક્ષ આવકાર મળે છે. સાંજ-સવાર ખોરડે પાંચ-પચાસ મહેમાનો એંઠા હાથ કરે છે. ધીંગી ધરા બારેય માસ પ્રાસવા મળે છે. આંગણે હાથણિયું જેવી ભગરી ભેંશુંનાં દૂઝણાં છે. એક વસૂકે ને બે વિયાય એવો ક્રમ જળવાતો રહે છે. એટલે દૂધનાં બોઘરાં કોઈ દી ઊણાં દેખાતાં નથી. આવી દોમ દોમ સાહ્યબીમાં બેય ભાયું આળોટે છે. એકનું નામ છે ખોખો ડાંગર અને બીજાનું હાદો ડાંગર. જેવો ખોખો પોરસીલો છે, એવો જ હાદો આગના કટકા જેવો છે. રાત-દી ધરતી ફાડી બાપોડી લઈને ભોમકાને રીઝવી અનગળ દાણો પેદા કરનારો હાદો ડાંગર ટાણું આવ્યે તલવાર પણ તાણી જાણે છે. હાદાની કાયા માથે જુવાની જાણે ભગડતૂતી રમવા માંડી છે. ત્રાંબાવરણા દેહ ઉપરથી ખમીર ત્રબકી રહ્યું છે. આવા હાદા ડાંગરની પરણેતર આહીરાણી હજી તો આણુ વળીને હાલી આવે છે. પણ જાણે કે રાણીનો વસવાટ ઘરમાં જનમથી જ હોય એમ ઘરનો બધોય ભાર માથે વેંઢારી લીધો છે. દૂઝણાં, વાસીદાં, પાણી, ઝાડ-છોડ જાણે કે એને વળગીને પડ્યાં હોય એમ ઘડીવારેય નવરી રહેતી નથી. છાતી સમાણો ઘૂમટો તાણીને એ તો ફૂ...