Posts

Showing posts from April, 2023

ગરબડદાસ મુખી : આંદામાનની જેલમાં જનારા સૌપ્રથમ ગુજરાતી શહીદ

Image
આંદામાની બદનામ સેલ્યુલર જેલમાં એક મોટું અને લાંબું લિસ્ટ ત્યાં રાખેલા કેદીઓનું મૂકવામાં આવેલું છે. તેમાં ખુભ બારીકાઈથી જોઈએ તો એક જ ગુજરાતી નામ છે તે “ગરબડદાસ મુખી” . કોણ હતા આ ગરબડદાસ મુખી?? તેમનું વતન  આણંદ ગામ આજે તો નગર છે. તેમાં નાનું અડધું ફળિયું તે ગરબડ મુખી ના ઘરવાળુ ફળિયું..૧૮૫૭ના વિપ્લવનો સમયગાળો..ભારતભરમાં પ્રથમવાર ગોરાઓને હટાવો તેવો સુર ઊઠ્યો હતો..હિન્દ આ વેપારીના વેષેે આવેલા કપટીઓના કપટને ઓળખતું થયું હતું..દેશભરમાં  ઠેર ઠેર ગોરાઓ સામે વિરોધના વંટોળ ચઢ્યા.. ગુજરાત પણ તેનાથી બકાત નહોતું.. તેવો જ અરેરાટી ભર્યો કિસ્સો આણંદના ખાનપુર ગામે બન્યો..બ્રિટિશ સેનાએ ખાનપુર પહોંચીને ચળવળ કરનારા લોકો ઉપર અત્યાચાર કરેલો અને જીવાભાઈ ઠાકોરને ગામ વચ્ચે ફાંસીએ લટકાવી દીધેલા. વસ્તી ત્રાહીમામ પોકારી ગઈ હતી તેમાં આ ખાનપુરના બનાવે આગમાં પેટ્રોલ છાટ્યા જેવું કરી દીધું.. વિપ્લવીઓ ભારે ક્રોધે ભરાયા હતા..આમ જનતામાં આ બનાવે સોપો પડી ગયો હતો. ખાનપુરમાં સોપો પાડીને ગોરાઓની સેના આણંદની લોટિયા ભાગોળે આવી પહોંચી.. અહીં તેણે કાયમી છાવણી નાખી દીધી.આ છાવણી પર આઝાદીના દીવાના વિપ્લવીઓએ...