Posts

Showing posts from January, 2023

કરમસદ

Image
! કરમસદ = સદ્દ + કરમ !  કરમસદનો સીધો અર્થ સદ્દ-કરમ એવો થાય છે અને કરમસદનાં સદ્દ-કર્મોનાં ફળ સ્વરૂપે વલ્લભવિધાનગર જોઈ શકાય છે. આ ગામના અનેક પરિવાર વિદેશમાં વસવાટ કરે છે પણ ચરોતર પ્રત્યે તેઓનો પ્રેમ એવો જ રહ્યો છે જે ગામના અને આજુબાજુનાં ગામડાઓનાં વિકાસ જોઈને જાણી શકાય છે. નવા વિકાસની સાથે પૌરાણિક વારસો પણ કરમસદ નગરે સાચવી રાખ્યો છે. અહી અનેક કલાત્મક મકાનો, ભવનો, દેવાલયો, જાહેર બાંધકામો જોઈ શકાય છે કે જેમાં ઘણાં બાંધકામોમાં વિદેશી સ્થાપત્યની ઝલક જોઈ શકાય છે. અહીનું સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરિયલ ટ્રસ્ટની રચના, સુંદર સરંચના, વ્યવસ્થાપન, ગેલેરીનું સુંદર ગોઠવણ અદ્દભુત છે. 

જાણો ચરોતરના ભૂલાયેલા શહીદો વિશે : અડાસના અમર શહીદો

Image
૧૯૪૨ ની આઠમી ઓગષ્ટે ભારતીય કોંગ્રેસની મહાસમીતીની મુંબઈ બેઠકમાં ગાંધીજીએ યાદગાર પ્રવચન આપ્યું. અંગ્રેજ સરકારને આખરીનામું આપી ‘હિન્દ છોડો’ નો આદેશ આપ્યો અને ભારતની જનતાને ‘કરેંગે યા મરેંગે’નો મંત્ર આપ્યો. અંગ્રેજ સરકારે દમનનો દોર છુટો મુક્યો, ગાંધીજી અને તમામ નેતાઓની ધરપકડ કરી, કોંગ્રેસને ગેરકાયદેસર જાહેર કરી અને વર્તમાનપત્રો ઉપર બંધનો ના નાખ્યા. પરંતુ ક્રાંતિની ચિનગારીએ મહાનલનું સ્વરૂપ ધારણ કર્યું અને દેશભરમાં ક્રાંતિની જ્વાલા પ્રસરી ગઈ. અંગ્રેજ સરકારે લોકો ઉપર પારાવાર સીતમ ગુજાર્યો-પાશવતા આચરી. દેશના અસંખ્યા નવયુવાનોએ હસતે મોઢે ગોળીઓ ઝીલી. ૧૯૪૨ ની લોકક્રાંતિમાં આઝાદીની વેદી ઉપર યુવાનોએ આપેલું બલિદાન કદી પણ ભુલી શકાશે નહિ. ગુજરાતના આણંદ જિલ્લામાં આવેલા અડાસ ગામે પણ ૧૮મી ઓગષ્ટ ૧૯૪૨ ના રોજ શહાદતનો ઈતિહાસ સર્જ્યો. તે દિવસે વડોદરાની કોલેજો-શાળાઓમાં ભણતા ૩૪ થનગનતા નવયુવાનો, ‘કરેંગે યા મરેંગે-અંગ્રેજો ચાલ્યા જાવ’નો ગાંધીજીનો સંદેશો ગામડે ગામડે પહોંચાડવા, વડોદરાથી કુચ કરતાં બાજવા ગયા અને ત્યાંથી ગાડીમાં બેસી નાવલી ગયા. નાવલીથી તેઓ ચાલતા વડોદ ગયા. ત્યાં તેઓ પોલીસની નજરે ચડ્યા અને સુ...